Bhavnagar News : મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત, જુઓ Video

|

Oct 07, 2024 | 1:30 PM

ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયુ છે. મળતી માહિતી અનુસાર મહુવાના નિકોલબંધારામાં બંધાર પરથી પગ લપસી જતા યુવક પાણીમાં ડૂબ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો અને તરવૈયાઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી.

ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયુ છે. મળતી માહિતી અનુસાર મહુવાના નિકોલબંધારામાં બંધાર પરથી પગ લપસી જતા યુવક પાણીમાં ડૂબ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો અને તરવૈયાઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ તે પહેલા જ યુવકનું મોત થઈ ગયુ હોવાનું સામે આવ્યુ હતુ. ઘટનાની જાણ થતા જ મામલતદાર તેમજ પોલીસ અને 108 તાત્કાલિક દોડી આવી હતી.

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ !

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વરસાદ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 

Next Video