સાબરકાંઠાના ઇડરમાં મૂર્તિ વિસર્જન વખતે નદીમાં ડૂબવાતી એક યુવકનું મોત

|

Aug 07, 2022 | 11:53 PM

સાબરકાંઠાના(Sabarkantha)  ઇડરમાં મૂર્તિ વિસર્જન(Idol Immersion)  વખતે નદીમાં ડૂબવાતી  એક યુવકનું મોત(Death)  નિપજ્યું  છે. જેમાં કડિયાદરા ગામનો કમલેશ નામનો યુવક દશામાનું વ્રત પૂર્ણ થયા બાદ ઘઉંવા નદીમાં મૃતદેહ પધરાવવા ગયો હતો.

સાબરકાંઠાના(Sabarkantha)  ઇડરમાં મૂર્તિ વિસર્જન(Idol Immersion)  વખતે નદીમાં ડૂબવાતી  એક યુવકનું મોત(Death)  નિપજ્યું  છે. જેમાં કડિયાદરા ગામનો કમલેશ નામનો યુવક દશામાનું વ્રત પૂર્ણ થયા બાદ ઘઉંવા નદીમાં મૃતદેહ પધરાવવા ગયો હતો. આ દરમ્યાન તે નદીમાં ડૂબ્યો હતો. આ ઘટનાની  જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ દરમ્યાન અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક વખત લોકોની આસ્થાને ઠેસ પહોંચે તે પ્રકારની બેદરકારી દાખવી છે. આજે દશામાંનું વ્રત પૂર્ણ થતું હોવાથી ગઈકાલે રાતથી આજે સવાર સુધી વિસર્જન હતું. પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો તરફથી મૂર્તિ વિસર્જનના કુંડ કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતાં લોકો રિવરફ્રન્ટના   રસ્તા ઉપર જ મૂર્તિઓ મૂકીને જતા રહ્યા. લોકોએ તો બેદરકારી દાખવી, પરંતુ તંત્રએ તેનાથી પણ મોટી બેદરકારી દાખવી છે.કોર્પોરેશને અગાઉ એવું જાહેરનામું પણ બહાર નહોતું પાડ્યું કે ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવું, જેના કારણે લોકોમાં અસમંજસમાં હતી.

મૂર્તિ પધરાવવા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહીં

જ્યારે તેઓ નદીએ  મૂર્તિ પધરાવવા આવ્યા ત્યારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા ન મળતાં આખરે લોકો રિવરફ્રન્ટ પર જ મૂર્તિઓ મૂકીને જતા રહ્યા હતા. વધુ ખરાબ સ્થિતિ તો ત્યારે જોવા મળી જ્યારે મૂર્તિઓને કચરો ભરેલા ટ્રેક્ટરમાં લઈ જવામાં આવી રહી હતી. દશામાંની મૂર્તિઓની આવી સ્થિતિ જોઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

Published On - 7:35 pm, Sun, 7 August 22

Next Video