Somnath ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેક્ટર યોગેન્દ્ર દેસાઈની નિમણુક

|

Mar 18, 2022 | 7:59 PM

સોમનાથ ટ્રસ્ટમાં પી.કે.લહેરી સેકેટરી તથા ટ્રસ્ટીના બન્ને કાર્યભારમાં હતા. જો કે હવે પી.કે.લહેરી માત્ર ટ્રસ્ટી તરીકે કાર્યરત રહેશે. સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ મૂળ જૂનાગઢના વતની છે.

ગુજરાતના(Gujarat) પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરનું સંચાલન કરનારા  સોમનાથ ટ્રસ્ટમાં(Somnath Trust)  નિયુક્તિને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી(Secretary)  તરીકે અધિક કલેક્ટર યોગેન્દ્ર દેસાઈની નિમણુક કરવામાં આવી છે. તેમજ યોગેન્દ્ર દેસાઈ CMOમાં ફરજ બજાવતા હતા. આ અગાઉ સોમનાથ ટ્રસ્ટમાં પી.કે.લહેરી સેકેટરી તથા ટ્રસ્ટીના બન્ને કાર્યભારમાં હતા. જો કે હવે પી.કે.લહેરી માત્ર ટ્રસ્ટી તરીકે કાર્યરત રહેશે. સોમનાથ ટ્રસ્ટમાં સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ મૂળ જૂનાગઢના વતની છે. તેમજ હાલમાં પીએમ નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાને મળેલી સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.વડાપ્રધાન મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમ્યાન ગાંધીનગરમાં રાજભવન ખાતે પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. સોમનાથ ટ્ર્સ્ટી મંડળની 121મી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં સોમનાથ તીર્થ એક આદર્શ તીર્થ બને તે માટે વિવિધ સુચનો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્લાઝા વગેરે કામોની સમીક્ષા કરવામાં આવી

તેમજ કોરોના સમયમાં અને તાઉતે વાવાઝોડા દરમિયાન સોમનાથ ટ્રસ્ટે કરેલી સેવાઓની નોંધ લેવામાં આવી હતી . ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક મળી.સોમનાથ તીર્થમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાર્વતી મંદિર,સફારી સર્કલથી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્લાઝા વગેરે કામોની સમીક્ષા કરવામાં આવી.

આ પણ વાંચો : Mahisagar : વણાકબોરી ડેમ પાસે ચાર યુવક ડુબ્યા, બે લોકોના મોત

આ પણ વાંચો : Navsari : કોચરબ આશ્રમથી શરૂ થયેલી દાંડી સુધીની સાયકલ યાત્રાનું સમાપન

Next Video