આજનું હવામાન : અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ, માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. દરિયામાં બનેલી સિસ્ટમને કારણે અનેક જગ્યાઓએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે દરિયામાં બનેલી સિસ્ટમને કારણે અનેક જગ્યાઓએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ફરી ધડબડાટી બોલાવી શકે છે.