Breaking News : અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પૌત્ર આદિત્ય રાઠોડની CG રોડ અકસ્માત અને મારપીટ કેસમાં ધરપકડ

Breaking News : અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પૌત્ર આદિત્ય રાઠોડની CG રોડ અકસ્માત અને મારપીટ કેસમાં ધરપકડ

| Edited By: | Updated on: Sep 03, 2026 | 8:28 PM

અમદાવાદના CG રોડ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગ બાદ થયેલા અકસ્માત કેસમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આદિત્ય પર અકસ્માત સર્જવા ઉપરાંત ફરિયાદી સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરવાનો આરોપ છે.

અમદાવાદના CG રોડ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગ બાદ થયેલા ગંભીર અકસ્માતના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ ફરી વિવાદમાં આવ્યો છે. નવરંગપુરા પોલીસે આદિત્ય રાઠોડની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, આદિત્ય રાઠોડે CG રોડ પર પોતાની કાર રોંગ સાઇડમાં હંકારી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ફરિયાદીને ગાળો બોલીને માર મારવાનો પણ તેની સામે ગંભીર આરોપ છે. આ ગુનામાં આદિત્યસિંહ દિલીપસિંહ કિશોરસિંહ રાઠોડ અને તેનો મિત્ર વિશ્વરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમાર બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, તેમની સામે મારામારી અને અકસ્માત સર્જવાના આરોપો છે, જેમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગની કલમો પણ ઉમેરવામાં આવી છે.

આ ઘટનાથી અમદાવાદના વ્યસ્ત CG રોડ પર ટ્રાફિક સુરક્ષા અને રોડ શિસ્તને લઈને સવાલો ઊભા થયા છે. રોંગ સાઇડ ડ્રાઇવિંગ માત્ર ટ્રાફિક નિયમનો ભંગ નથી, પરંતુ તે ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે અકસ્માત બાદ થયેલી કથિત મારામારી અંગેની વિગતો પણ એકત્ર કરી રહી છે.

સુરતની આ હોટલના દાલ તડકાના પાર્સલમાંથી મૃત વંદો નીકળ્યો અને પછી જે થયું તે જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.