Surat : શ્રમિક દિવસ નિમિતે હાર્દિક પટેલના સરકાર પર આકરા પ્રહાર, BJP માં જોડાવાની અટકળો વચ્ચે હાર્દિકનુ બદલાયેલુ વલણ !
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે હાર્દિક પટેલે BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, ત્યારે હાલ હાર્દિક પટેલનુ ( Hardik Patel) બદલાયેલુ વલણ જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા છે.
Surat : સુરતમાં શ્રમિક દિવસ (international Labor Day) પર યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) સરકાર પર આકરા પ્રહાર કર્યા અને શ્રમિકોને એક હાંકલ કરી. સાથે જ હાર્દિક પટેલે આરોપ લગાવ્યો કે, જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે સરકારે શ્રમિકોનો (Labor) હાથ છોડવાનું કામ કર્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં સુરતના 2થી 4 લાખ શ્રમિકોને એકઠાં કરી સંમેલન કરવા પણ તેમણે આહવાન કર્યું છે.
હાર્દિક પટેલે સરકારને આડે હાથ લીધી
તમને જણાવી દઈએ કે,દર વર્ષે 1 મે સમગ્ર વિશ્વમાં મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને લેબર ડે, શ્રમિક દિવસ, મે ડે વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. મજૂર દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં કામદારોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો છે. 1 મે, 1886 ના રોજ, અમેરિકામાં આંદોલન શરૂ થયું, ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે દરેક કામદારને દિવસમાં માત્ર 8 કલાક કામ કરવું જોઈએ.ત્યારે આ દિવસ નિમિતે સુરતમાં પણ એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં હાર્દિક પટેલે સરકારને (BJP Government) આડે હાથ લીધી હતી. સાથે જ તેણે બધા શ્રમિકોને એક થઈને સંમેલન કરવા પણ જણાવ્યું હતુ.
વિધાનસભાની (Gujarat Assembly Election) ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે.થોડા દિવસો અગાઉ હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસના નેતાઓને પડતા મુકીને હાર્દિકે ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ હાલ હાર્દિકનુ ભજપ પ્રત્યેનુ વલણ બદલાયેલુ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે