Ahmedabad : નારોલ પાસે આવેલા લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ Video

Ahmedabad : નારોલ પાસે આવેલા લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 23, 2025 | 11:38 AM

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદના નારોલ - લાંભા મંદિર રોડ પર આવેલા એક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદના નારોલ – લાંભા મંદિર રોડ પર આવેલા એક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં લાગેલી આગે અચાનક વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 15 ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ આગમાં ગોડાઉનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે.