AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જર્મનીમાં ફસાયેલી બાળકી અરિહા મુદો, સાંસદ જયા બચ્ચન સાથે અરિહાના માતા ધારા શાહે કરી મુલાકાત, જુઓ Video

જર્મનીમાં ફસાયેલી બાળકી અરિહા મુદો, સાંસદ જયા બચ્ચન સાથે અરિહાના માતા ધારા શાહે કરી મુલાકાત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 5:13 PM
Share

જર્મનીમાં ફસાયેલી બાળકી અરિહાને પરત લાવવા કેન્દ્ર સરકારને અપીલ કરી છે. ધારા શાહે જયા બચ્ચન સહિત મહિલા સાંસદોને મળી રજૂઆત કરી છે. ભારત સરકાર અરિહાને પરત લાવવા માટે કરે પ્રયાસ કરે તેવું જયા બચ્ચને પણ અપીલ કરી હતી.

જર્મનીમાં ફસાયેલી બાળકી અરિહાને પરત લાવવા મહિલા સાંસદો મેદાને ઉતાર્યા છે. કેન્દ્ર સરકારને (Central Govt) મહિલા સાંસદોએ અરિહાને પરત લાવવા અપીલ કરી છે. ધારા શાહે જયા બચ્ચન સહિત મહિલા સાંસદોને મળી રજૂઆત કરી છે. ભારત સરકાર અરિહાને પરત લાવવા માટે પ્રયાસ કરે તેવું જયા બચ્ચન દ્વારા રજૂઆત કરાઇ.

સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે અરિહાના માતા ધારા શાહે મુલાકાત કરી. છેલ્લા ઘણા સમયથી અરિહા જર્મનીના ફોસ્ટર હોમમાં હતી. અરિહાને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરી અને જર્મન અધિકારીઓએ કબજો લઇ લીધો હતો. જર્મન સરકારે પરિવાર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.

મહત્વનું છે કે જર્મનીમાં ગુજરાતી પરિવાર શાહ દંપત્તી પોતાની બાળકીની કસ્ટડી લેવા માટે છેલ્લા ઘણા સમયથી લડી રહ્યો છે. દોઢ વર્ષની અરિહાને જર્મન સરકારે થોડા મહિનાઓથી ફોસ્ટર હોમમાં મોકલી દીધી છે. વાત એમ છે કે ભાવેશ અને ધારા શાહ વર્ષ 2018માં જર્મનીના બર્લિનમાં સ્થાયી થયા હતા. 2021માં ઘરે દીકરીનો જન્મ થયો.

એક દિવસ 7 મહિનાની અરિહાને ઈજા પહોંચી તો શાહ પરિવાર તબીબ પાસે દોડી ગયો. તબીબે કહ્યું ચિંતાની કોઈ વાત નથી પણ બે દિવસ બાદ ફેર તપાસ માટે આવજો. બે દિવસ બાદ જ્યારે શાહ દંપત્તી માસૂમને લઈને પહોંચ્યું ત્યારે જર્મન અધિકારીઓએ બાળકીનો કબ્જો લઈ પરિવાર પર જાતીય શોષણનો આરોપ લગાવી દીધો.

આ પણ વાંચો : ગુજરાતી મૂળની અરિહા શાહની કસ્ટડી બર્લિન કોર્ટે જર્મની સરકારને આપી, માતાપિતાના દાવાને કોર્ટે ફગાવ્યો, જુઓ Video

આરોપ તો રદ થયા પણ કાયદાની આંટીઘૂંટીમાં સમગ્ર મામલો ફસાયો. પરિવારે અનેક જગ્યાએ રજૂઆતો કરી. જર્મન સરકારના ધારા-ધોરણમાંથી પસાર પણ થઈ રહ્યા છે. પણ કાયદાકીય પ્રક્રિયા લાંબી હોવાથી છેલ્લા 10 મહિનાથી પરિવારનું માસૂમ અરિહા સાથે મિલન થઈ શક્યું નથી. શાહ દંપત્તીએ ભારતીય વિદેશ મંત્રાલય સુધી રજૂઆત કરી છે અને એક જ માગ કરી રહ્યો છે કે ફોસ્ટર હોમમાથી બાળકનો કબ્જો લઈ ભારતમાં રહેતા પરિવારને સોંપવામાં આવે. જેથી કરીને બાળકીનું ઘડતર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થઈ શકે. વિદેશના કાયદાઓની માયાજાળમાં ફુલ જેવી અરિહાનું જીવન નર્ક થઈ ગયું છે.

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 02, 2023 05:10 PM
g clip-path="url(#clip0_868_265)">