Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી મૂળની અરિહા શાહની કસ્ટડી બર્લિન કોર્ટે જર્મની સરકારને આપી, માતાપિતાના દાવાને કોર્ટે ફગાવ્યો, જુઓ Video

ગુજરાતી મૂળની અરિહા શાહની કસ્ટડી બર્લિન કોર્ટે જર્મની સરકારને આપી, માતાપિતાના દાવાને કોર્ટે ફગાવ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 11:39 PM

અરિહા શાહ કેસની, તમને યાદ હશે જેમાં 2 વર્ષની અરિહા જર્મનીના કાયદાની આંટીઘૂંટમાં ફસાયેલી છે. આ કેસ જર્મનીની કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે પોતાનો ચુકાદો આપતાં બાળકની કસ્ટડી માતા-પિતાને આપવાનો ઇનકાર કર્યો. કોર્ટના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ બાળકી યુવા સેવાની કસ્ટડીમાં રહેશે.

Ariha shah case: ગુજરાતી મૂળની 2 વર્ષની અરિહા જર્મનીના કાયદાની આંટીઘૂંટમાં ફસાયેલી છે.. આ કેસ જર્મનીની કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે પોતાનો ચુકાદો આપતાં બાળકની કસ્ટડી માતા-પિતાને આપવાનો ઇનકાર કર્યો કોર્ટે પોતાનો ચુકાદો આપતાં બાળકની કસ્ટડી માતા-પિતાને આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ બાળકી યુવા સેવાની કસ્ટડીમાં રહેશે. દરમિયાન, તેના માતા-પિતા બાળકીની કસ્ટડી મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

જર્મનીમાં કાયદાની આંટીઘૂટીમાં ગુજરાતી પરિવાર ફસાયો છે. જેમાં દોઢ વર્ષની બાળકીની કસ્ટડી મેળવવા પરિવારના પ્રયાસ સતત ચાલુ હતા . ભાવેશ અને ધારા શાહની પુત્રી અરીહા શાહ કે જેની બાળકીને ઈજા થતા જર્મન સરકારે કસ્ટડી લીધી હતી. ભાવેશ શાહ મુળ મુંબઈના, અને તે બાદ જર્મનીના બર્લિનમાં નોકરી કરે છે.

અમદાવાદના ઘાટલોડિયા સ્થિત ધારાના ભાવેશ શાહ સાથે લગ્ન થયા હતા. શાહ પરિવાર વર્ષ 2018માં બર્લિનમાં સ્થળાંતર થયું હતું. જેમાં વર્ષ 2021માં બર્લિનમાં જ અરીહાનો જન્મ થયો હતો. કાયદાકીય લડાઈમાં વિલંબના કારણે પરિવારની ચિંતામાં વધારો થયો છે.

જર્મન સરકાર પાસે બાળકી કેમ ?

ધારાએ બાળકીના ડાયપરમાં લોહી જોતા ડૉક્ટર પાસે ગયા હતા. જે બાદ તપાસ કરતાં ડૉક્ટરે કંઈ ગંભીર વાત ન હોવાનું કહ્યું હતું. બે દિવસ બાદ ડૉક્ટરે ફરી તપાસ માટે આવવા કહ્યું. બે દિવસ બાદ દંપતી હોસ્પિટલ પહોંચતા ત્યાં કેટલા અધિકારીઓ હાજર હતા. હાજર અધિકારીઓએ બાળકીનો કબ્જો લઈ લીધો, અધિકારીઓએ પરિવાર પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. શાહ પરિવારે હાજર અધિકારીઓ સાથે દલીલનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા, જુઓ Video

જર્મની ભાષાથી અજાણ પરિવારની વાત અધિકારીઓ સમજી નહીં શક્યા હતા. જે બાદ પરિવારે કાનુની લડાઈ શરૂ કરી પોતાના પર લાગેલા આરોપ નકાર્યા હતા. બાળકીના કબ્જા માટે ‘ફીટ-ટૂ-બી-પેરેન્ટ્સ’ ટેસ્ટ પાસ કરવા સરકારે બંને માતા પિતાને કહ્યું. મહત્વનુ છે કે શાહ પરિવાર ટેસ્ટ પાસ કર્યા છતાં હજુ કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે. કોર્ટ દ્વારા હવે આ બાળકીને યુવા સેવાની કસ્ટડીમાં સોંપવામાં આવી છે.

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 17, 2023 11:39 PM
g clip-path="url(#clip0_868_265)">