Gujarati Video: ગુજરાતની દીકરી અરિહાને ગેરકાયદે જર્મનીમાં રાખવાનો મુદ્દો, માતા ધારા શાહે CM સાથે કરી મુલાકાત
ગુજરાતની દીકરી અરિહાને ગેરકાયદે રીતે જર્મનીમાં રાખવાના મુદે અરિહાના માતા-પિતાએ મુખ્યપ્રધાનને અરજ કરી કે અરિહાને પરત લાવવા મદદ કરવામાં આવે. જર્મનીમાં અરિહાને ફોસ્ટર કેરમાંથી ગેરકાયદે અનાથાશ્રમમાં મોકલી દેવાઇ હોવાનું પણ સામે આવ્યું છે.
“મને મારી દીકરી પાછી આપો” આ વેદનાભર્યા શબ્દો છે દીકરી (Ariha) માટે સંઘર્ષ કરતી માના. પોતાની દીકરી અરિહાને પોતાના વતન પરત લાવવા માટે લાંબા સમયથી લડત આપતા માતા-પિતા આજે પોતાની અરજ લઇને ગાંધીનગરમાં મુખ્યપ્રધાનને મળ્યા. અરિહાના માતા-પિતાએ મુખ્યપ્રધાનને અરજ કરી કે અરિહાને પરત લાવવા મદદ કરવામાં આવે.
તેમને રજૂઆત કરી કે અરિહા સાથે જર્મનીમાં યોગ્ય વ્યવહાર થતો નથી. અરિહાને ફોસ્ટર કેરમાંથી ગેરકાયદે અનાથાશ્રમમાં મોકલી દેવાઇ છે. બેસહાય માતા-પિતાએ પોતાની સમસ્યા વડાપ્રધાન સુધી પહોંચાડવા મુખ્યપ્રધાનને અરજ કરી છે. તો મુખ્યપ્રધાને પણ શક્ય તમામ મદદ અને વડાપ્રધાન સુધી વાત પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, પીવાના પાણી સહીતના અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા
મહત્વપૂર્ણ છે કે લાંબા સમયથી ગુજરાતની દીકરી અરિહાને ગેરકાયદે રીતે જર્મનીમાં રાખવામાં આવી છે. દીકરીને ત્યાં યેનકેન પ્રકારે પ્રતાડિત કરાતી હોવાની માતા રજૂઆત કરી રહી છે. તો તેમના આ સંઘર્ષમાં મદદ કરતા ભારતીય સહાયક પણ જર્મની પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે યુરોપિયન દેશો વિદેશી બાળકોને આ પ્રકારે ફસાવી કાનૂની પ્રક્રિયા દરમિયાન બેરોકટોક મનમાની કરે છે. અને અંતે માતા-પિતાએ પોતાના બાળકની દૂર થવુ પડે છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો