રન વે પર વિમાન દોડે તેમ મહિલાએ સ્કુટર દોડાવીને દુકાનના શટર સાથે ભટકાવ્યુ, જુઓ વીડિયો

| Updated on: Aug 23, 2026 | 11:42 AM

અકસ્માતમાં સદ્દનસીબે કોઈને ગંભીર ઈજા કે મોટું નુકસાન થયું નથી. જોકે, અચાનક સર્જાયેલા અકસ્માતને કારણે આસપાસના લોકોમાં ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આજકાલ વાહન ચલાવનારાઓ દ્વારા અવનવા પ્રકારે અકસ્માત સર્જવામા આવતા હોવાના સમાચાર આવી રહ્યાં છે. કેટલાક કિસ્સામાં અનોખા અકસ્માતના વીડિયો કે સીસીટીવી વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો રાજકોટથી સામે આવ્યો છે.  રાજકોટમાં એક મહિલા સ્કૂટર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ગોવિંદબાગ શાકમાર્કેટ નજીક આ અકસ્માત સર્જાયો હતો.

સીસીટીવીમાં જોવા મળતા દ્રશ્યો અનુસાર, એક મહિલા રોડ ઉપર સ્કુટર લઈને ઉભા છે. તેઓને કઈક યાદ આવતા તેઓ પાછા જવા માગે છે. આ માટે તેઓ તેમનુ સ્કુટર ચાલુ રાખીને રોડ પરથી જ બીજી તરફ વાળી રહ્યાં છે. માંડ માંડ તેઓ સ્કુટર વાળે અને પછી તેના પરનો કાબુ એકાએક ગુમાવી દે છે. આ સ્થિતિમાં સ્કુટર જાણે રન વે પર વિમાન દોડતું હોય તેમ દોડીને સીધુ જ સામેની દુકાનના શટર સાથે ધડાકાભેર અથડાય છે.

અકસ્માતમાં સદ્દનસીબે કોઈને ગંભીર ઈજા કે મોટું નુકસાન થયું નથી. જોકે, અચાનક સર્જાયેલા અકસ્માતને કારણે આસપાસના લોકોમાં ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Breaking News : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, દીકરી સામે પિતાને ગોળી મારી માસ્ક પહેરેલો વ્યક્તિ ફરાર

Published on: Aug 23, 2026 10:37 AM
Follow Us
Loading...
Unable to load recommendations.