સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત, યુવતીને CPR આપી જીવ બચાવ્યો, જુઓ વીડિયો
સુરત: સુરતમાં મહિલા પોલીસકર્મી એક યુવતી માટે દેવદૂત બની હતી. સુરતના ચોકબજારમાં અચાનક બેભાન થઇ ગયેલી યુવતીને CPR આપી તેનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમયસર સારવાર મળી જતા આ યુવતીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

મહિલા પોલીસે 22 વર્ષીય યુવતીને નવજીવન આપ્યું હતું. બેભાન થઇ ગયેલી યુવતીને પોલીસકર્મીએ CPR આપ્યું હતું. ચોક બજાર વિસ્તારમાં યુવતી રોડ પર બેભાન થઇ હતી.22 વર્ષીય યુવતી થોડી હોશમાં આવતા પોલીસે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મહિલાપોલીસકર્મીના પ્રયાસથી યુવતીનો જીવ બચાવવામાં સફળતા મળતા સ્થાનિક લોકોએ પોલીસકર્મીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાનુ સુત્ર સાર્થક થયું છે.
આ પણ વાંચો : અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે વધુ એક વંદેભારત, 160 કિલોમીટરની હશે ઝડપ, જાણો