Gandhinagar: કલોલમાં ઘરમાં ઘૂસીને એક મહિલાનું અપહરણ, અપહરણકારોએ મહિલાને આ રીતે કરી મુક્ત
કલોલના પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાં ઘરમાં ઘુસીને એક મહિલાનું કેટલાક લોકોએ અપહરણ કર્યુ છે. એટલુ જ નહીં આ મહિલાને બંધક બનાવી 50 લાખ રૂપિયાની ખંડણી પણ માગી હતી.
ગુજરાત (Gujarat) માં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. પોલીસ અને કાયદાનો જાણે ડર જ ન રહ્યો હોય એમ અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બની ગયા છે. ગાંધીનગર (Gandhinagar)ના કલોલમાં પણ આવી જ એક ક્રાઈમ (Crime)ની ઘટના સામે આવી છે. કલોલ (Kalol)ના પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાં ઘરમાં ઘુસીને એક મહિલાનું કેટલાક લોકોએ અપહરણ કર્યુ છે. એટલુ જ નહીં આ મહિલાને બંધક બનાવી ખંડણી પણ માગી હતી. જો કે પોલીસને અપહરણની ઘટનાની જાણ થઈ હોવાનું જણાતા જ અપહરણકારોએ મહિલાને એક સ્થળે મુકીને ફરાર થઇ ગયા હતા.
ઘટના કઈક એવી છે કે ગાંધીનગર જિલ્લાના કલોલમાં પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાંથી એક મહિલાનું અપહરણ થયું હતુ. અંદાજે 6 લોકો બપોરે સોલાર પેનલના મીટર રીડિંગના બહાને ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલાના મોઢા પર ટેપ લગાવી તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. અપહરણકારોએ આ મહિલાને 12 કલાક બંધક બનાવીને રાખી હતી. અપહરણકારોએ મહિલાના બદલામાં 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. મહિલાના પતિએ અપહરણના ગણતરીના સમયમાં જ કલોલ સીટી પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જેની જાણ અપહરણકારોને થઈ ગઈ હતી. જેથી પોલીસ ઝડપી લે તે પહેલા જ અપહરણકારોએ મહિલાને મુક્ત કરી દીધી હતી.
અપહરણકારો બીજા દિવસે સવારે કલોલના બોરીસણા રોડ પર ટેલિફોન એક્સચેન્જ નજીક મહિલાને મુક્ત કરીને ફરાર થઈ ગયા. આ અપહરણ બાદ હેમખેમ મુક્ત થયેલી મહિલાના વર્ણનના આધારે કલોલ પોલીસે ફરાર શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-
Arvind Kejriwal Rally Live Updates: અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ઉતર્યા ગુજરાતના રોડ પર
આ પણ વાંચો-
ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.39 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
