જુનાગઢમાં રખડતા ઢોરે મહિલા પર કર્યો એટેક, જીવના જોખમે બચી મહિલા, જુઓ વિડીયો

JUNAGADH ના જોશીપરાની સર્વોદય સોસાયટીમાં આખલાઓનું એક ટોળુ ઉભુ હતુ. જેમાંથી એક આખલાએ અહીંથી પસાર થઇ રહેલી મહિલા પર હુમલો કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 11:26 AM

JUNAGADH : જુનાગઢ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે.અહીં રસ્તે રઝળતા ગાય કે આખલા રાહદારીઓ પર હુમલા કરવાની ઘટનાઓ વધી રહી છે. ગઇકાલે જોશીપરાની સર્વોદય સોસાયટીમાં આખલાઓનું એક ટોળુ ઉભુ હતુ. જેમાંથી એક આખલાએ અહીંથી પસાર થઇ રહેલી મહિલા પર હુમલો કર્યો.. મહિલા રસ્તા પરથી પસાર થતા જ આખલો મહિલા પાછળ દોડ્યો. અને મહિલાને ઇજા પહોંચાડી. અહીં અવારનવાર રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ બની રહી છે. છતા મનપા તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.

રાજ્યના અન્ય શહેરમાં પણ રખડતા ઢોર આતંક મચાવી રહ્યા છે અને સ્થાનિક તંત્ર કૂંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે. મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. તો નિર્દોષ નાગરિકો રખડતી સમસ્યાનો શિકાર બની રહ્યા છે. રાજ્યના શહેરોમાં રખડતા ઢોરના આતંકના આ દ્રશ્યો વીડિયોમાં જોઇ શકાય છે.

આ વીડિયોમાં જુઓ ક્યાંક રસ્તે રખડતા ઢોર મોતના દર્શન કરાવી રહ્યા છે. તો ક્યાંક રખડતા ઢોરનો આતંક સામાન્ય માણસોને કંપારી છોડાવી દેનારો છે. આ દ્રશ્યો જ ચાડી ખાય છે કે રસ્તે રખડતી આ સમસ્યા કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે.

આ પણ વાંચો : વેક્સિનનું સુરક્ષા કવચ : કોરોનાનો મૃત્યુઆંક ઘટાડવા વેક્સિન જ એકમાત્ર રામબાણ ઈલાજ

આ પણ વાંચો : AHMEDABAD : લંડનથી આવેલ 22 વર્ષીય યુવક કોરોના સંક્રમિત, આખા પરિવારને ક્વોરન્ટાઇન કરાયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">