પાલનપુરની બે દિવસથી ગૂમ પરિણીતા સાસરીમાંથી બેહોશ હાલતમાં મળી આવી, ઘરમાંજ બંધક બનાવ્યાની આશંકા

| Edited By: | Updated on: Nov 17, 2023 | 3:42 PM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી સાસરિયાઓએ પરિણીતાની ગૂમ થયાનુ માનીને શોધખોળ કરી રહ્યા હતા એ દરમિયાન પરિણીતા તેના જ ઘરમાંથી બેહોશ હાલતમાં મળી આવી હતી. પીયરીયાઓ દ્વારા દિકરીની તપાસ કરવા દરમિયાન જ તે સાસરીમાં ઘરમાંથી જ મળી આવી હતી. જે રીતે પરિણીતાએ ઘરમાં જ સંતાડી રાખી હતી જે મુજબ તેને બંધક સાસરીયાઓએ જ બનાવી હોવાની હોવાના આક્ષેપને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.

પાલનપુરમાં એક પરિણીતા પર સાસરીયાઓએ અત્યાચાર ગુજાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાસરીયાઓએ પરિણીતાને ઘરમાં જ બંધક બનાવી રાખી હોવાના આક્ષેપ થવા લાગ્યા છે. પરિણીતાને શોધખોળ કરવા દરમિયાન તે પાલનપુર શહેરમાં જ લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ઘરમાંથી જ પલંગ નીચેથી બેહોશ હાલતમાં મળી આવી હતી. આ મામલે પરિણીતાના પિતાએ પુત્રી ગૂમ થયાની ફરિયાદ પોલીસને આપી હતી. જોકે આમ છતાં પણ પોલીસની યોગ્ય તપાસ નહી થયાનો આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચોઃ  હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેન ભરચક, જુઓ

પરિણીતા ઘરમાંથી જ મળી આવવા બાદ હવે પોલીસે પણ તપાસ શરુ કરી છે. પરિણીતાના પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની દિકરીને સતત ટોર્ચર કરવામાં આવી રહી હતી અને દહેજની માંગણી કરવામાં આવી રહી હતી.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 17, 2023 03:42 PM