Navsari: નવસારી પોલીસે મોંઘીદાટ કારમાં દારુની હેરાફેરી કરતી મહિલા બુટલેગર ઝડપી, જુઓ Video
નવસારી પોલીસે મહિલા બુટલેગરને દારુની હેરાફેરી કરતા ઝડપી લીધી છે. ઉઝમા ચુનારા નામની એક મહિલા બુટલેગર ઝડપી લેવામાં આવી છે. સુરત અને નવસારી બંને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ મહિલા બુટલેગરને ઝડપી લેવામાં આવી છે. મહિલા બુટલેગરની BMW કારને પણ પોલીસે જપ્ત કરી લીધી છે.
નવસારી પોલીસે મહિલા બુટલેગરને દારુની હેરાફેરી કરતા ઝડપી લીધી છે. ઉઝમા ચુનારા નામની એક મહિલા બુટલેગર ઝડપી લેવામાં આવી છે. સુરત અને નવસારી બંને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ મહિલા બુટલેગરને ઝડપી લેવામાં આવી છે. મહિલા બુટલેગરની BMW કારને પણ પોલીસે જપ્ત કરી લીધી છે. પોલીસે દારુનો જથ્થો પણ જપ્ત કરવા સાથે કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે. નવસારી પોલીસે હવે મહિલા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી મહિલા વાપીના ગુંજન ચાર રસ્તા પાસે ગ્રીન પાર્ક બિલ્ડીગમાં રહે છે. દારુનો જથ્થો સુરત લઈ જવા દરમિયાન પોલીસે તેને ઝડપી લીધી હતી. તેની સાથેના અન્ય બે બુટલેગરના પણ નામ સામે આવતા તેમને પણ આરોપી તરીકે દર્શાવ્યા છે. પોલીસે હવે દારુની હેરાફેરીને લઈ ઉંડાણ પૂર્વકની તપાસ શરુ કરી હોવાનુ મીડિયાને સ્થાનિક ડીવાયએસપીએ બતાવ્યુ હતુ.
આ પણ વાંચોઃ Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય
નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 05, 2023 04:33 PM