Gujarati Video : સુરતના સાબુના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા આરોપી ઝડપાઈ, અત્યાર સુધીમાં કુલ ત્રણની ધરપકડ

સુરતના (Surat) મોટા વરાછા સ્થિત સુમન નિવાસમાં રહેતી આરોપી સોનલ સાવલિયાએ ફોન પર મિત્રતા કરી વેપારીને પોતાના ઘરે બોલાવ્યો હતો. બાદમાં તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ ગોઠવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 8:46 AM

સુરતમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થતો જઇ રહ્યો છે. વારંવાર લૂંટ, ઠગાઇ, બ્લેકમેલિંગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે સુરતમાં હનીટ્રેપનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સાબુના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા આરોપી ઝડપાઈ છે. આ કેસમાં અગાઉ આરોપીનો પતિ સહિત બે લોકો ઝડપાઈ ચુકયા છે. વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 1 લાખ 10 હજારની માંગણી કરનાર પરિણીતાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે તેની પુછપરછ શરુ કરી છે.

વેપારી ફસાયો હનીટ્રેપમાં

સુરતના મોટા વરાછા સ્થિત સુમન નિવાસમાં રહેતી આરોપી સોનલ સાવલિયાએ ફોન પર મિત્રતા કરી વેપારીને પોતાના ઘરે બોલાવ્યો હતો. બાદમાં તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાના પતિએ મારી પત્ની સાથે શું કરે છે તેમ કહી વેપારીને માર માર્યો હતો. બાદમાં આરોપીના પતિ સહિત બે લોકોએ વેપારીને એક રૂમમાં પૂરી દીધો હતો અને પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ રૂપિયા 1.10 લાખમાં સમાધાન થયું હતું. જેમાંથી તેમણે 25000 રૂપિયા પડાવી લીધા હતા.

શું હતી સમગ્ર ઘટના ?

આ સમગ્ર મામલે સાબુના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વાત કરીએ તો, વ્હોટ્સએપ પર વેપારીની મુલાકાત સોનલ સાવલિયા સાથે થઇ હતી. ત્યારબાદ આરોપી મહિલાએ સવારે નવ વાગ્યે તેના પતિ ઘરે ન હોય તે દરમિયાન વેપારી પ્રતીકને બોલાવ્યો હતો. વેપારી ઘરે પહોંચતા અચાનક બહાર બે અન્ય લોકો આવી પહોંચ્યા હતા. જે પૈકી ભીખુ સાવલિયા નામનો આરોપી સોનલનો પતિ હોવાનું જણાવ્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">