આજનું હવામાન : ઉત્તરાયણમાં માવઠું વિધ્ન બનશે ? જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનું તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના કરી છે. આજે અમદાવાદ,ખેડા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે. આજે અમદાવાદ,ખેડા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, બોટાદ, નર્મદા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા,મહેસાણા,કચ્છ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાટણ અને બનાસકાંઠામાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં વરસાદની નહીવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શુક્રવારે અમદાવાદ, પંચમહાલ જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.બીજી તરફ અમરેલી,ડાંગ, દાહોદ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભાવનગર, છોટાઉદેપુર,દેવભૂમિ દ્વારકા, ખેડા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

