ભાજપની પ્રદેશ કારોબારીના પ્રથમ સત્રમાં સી આર પાટીલનો હુંકાર, તમામ 26 બેઠકો જીતવા કર્યું આહવાન, જુઓ વીડિયો

પ્રદેશ કારોબારીના પ્રથમ સત્રમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તમામ 26 બેઠકો જીતવા આહવાન કર્યુ છે. 5 લાખની લીડથી તમામ બેઠકો જીતવા માર્ગદર્શન આપવામાં આવ્યુ. સી આર પાટીલે ભાજપ પ્રદેશ સંગઠનને ટકોર કરી કે લોકસભા ચૂંટણી માટે ફક્ત પ્રયત્ન નથી કરવાનો, પરિણામ લાવવાનું છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 29, 2023 | 1:33 PM

ગાંધીનગરમાં લોકસભા ચૂંટણી મુદ્દે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી. પ્રદેશ કારોબારીના પ્રથમ સત્રમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તમામ 26 બેઠકો જીતવા આહવાન કર્યુ છે. 5 લાખની લીડથી તમામ બેઠકો જીતવા માર્ગદર્શન આપવામાં આવ્યુ. સી આર પાટીલે ભાજપ પ્રદેશ સંગઠનને ટકોર કરી કે લોકસભા ચૂંટણી માટે ફક્ત પ્રયત્ન નથી કરવાનો, પરિણામ લાવવાનું છે.

પાટીલની ભાજપ પ્રદેશ સંગઠનને ટકોર

પ્રદેશ કારોબારીના પ્રથમ સત્રમાં સી આર પાટીલે ભાજપ સંગઠનને કહ્યુ કે ગુજરાતના તમામ બુથ 100 ટકા પ્લસ કરવાના છે. હાલ 12 હજાર બૂથ નેગેટિવ છે, જેને પ્લસ કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો. મતદાર યાદી અને લાભાર્થીઓની યાદીથી મતદાર સુધી પહોંચવા પણ સૂચના આપવામાં આવી.

તમામ 26 બેઠકો જીતવા કર્યું આહવાન

ભાજપ એક કેડરબેઝ પાર્ટી છે. ભાજપની જીતમાં કાર્યકર્તાઓનો ખૂબ મોટો ફાળો હોય છે, ત્યારે લોકસભા ચૂંટણી મુદ્દે મળેલી પ્રદેશ ભાજપની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હુંકાર કર્યો છે. સી આર પાટીલે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26એ 26 બેઠક જીતવાની વાત કરી છે.સાથે જ કહ્યુ છે કે પ્રયત્ન નથી કરવાના પરિણામ લાવવાના છે, એટલે કે પરિણામ લક્ષી વાત કરી છે. ભાજપ દ્વારા ખુલીને ક્યારેક પોતાની ક્ષતિઓ કહેવામાં આવતી નથી, પરંતુ તે તેની ક્ષતિઓ પર કામ ચોક્કસથી કરે છે.

આ પણ વાંચો-સુરત વીડિયો : BRTS અકસ્માત મામલે કડક કાર્યવાહી, સુરત સીટી લિંક કંપનીના પ્રવર્તમાન સંપૂર્ણ માળખાનું વિસર્જન

12 હજાર બૂથ પ્લસ કરવા ટાર્ગેટ

પ્રદેશ કારોબારીની બેઠકમાં પાંચ રાજ્યોના પરિણામો પર પણ ચર્ચા થઇ રહી છે.આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક આવ્યા બાદ પણ કેટલા બુથ માઇનસ છે તેનું ગણિત પણ જોવા મળી રહ્યુ છે.આ પ્રમાણે ગુજરાતમાં અત્યારે ભાજપના 12 હજાર જેટલા બુથ માઇનસ છે. આ 12 હજાર બુથને કઇ રીતે પ્લસ કરવા તે અંગેની બેઠકમાં ચર્ચા થઇ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">