શું દિવાળી સુધીમાં 1 લાખને પાર પહોંચી જશે સોનાના ભાવ? શું કહી રહ્યા છે સુરતના જવેલર્સ- જાણો

|

Sep 26, 2024 | 1:16 PM

હાલ સોનાના ભાવમાં જે પ્રમાણે તેજી જોવા મળી રહી છે તેને લઈને સહુ કોઈને એક જ સવાલ થઈ રહ્યો છે કે શું નવુ વર્ષ આવતા સુધીમાં સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી જશે ? કારણ કે સોનાએ ફરી એકવાર તોફાની રફતાર પકડી છે. હાલ અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 77 હજાર ને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવશે અને લગ્નસરાની સીઝન પણ શરૂ થશે. ત્યારે માનવામાં આવી રહ્યુ છે કે સોનાના ભાવ આગામી વર્ષ સુધીમાં એક લાખ સુધી પણ પહોંચી શકે છે.

નવરાત્રિ અને દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો તેમજ ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતાં સોનાની માગ વધી છે. પરિણામે સોનાના ભાવ સતત ત્રણ દિવસથી નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યા છે. અમદાવાદમાં રિટેલ સોનાની કિંમત રૂ. 77,000 પ્રતિ 10 ગ્રામ ક્રોસ કરી ગઇ છે. સોનું પહેલી વાર 75 હજારને પાર કરી ગયું છે. અને હજુ પણ આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઇ શકે છે.

હવે આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન શરૂ થશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઇ શકે છે. ત્યારે લોકો લગ્ન માટે અત્યારથી જ સોનાની ખરીદી કરી રહ્યા છે.

હજુ જુલાઇ મહિનામાં જ સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે ભાવ ઓછા થયા હતા. પરંતુ ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે અને હવે 77 હજાર સુધી સોનું પહોંચી ગયું છે. આગામી દિવસોમાં જલ્દી જ 80 હજાર પણ થઇ જશે.

આગામી દિવસોમાં સોનાના ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે. જેવી રીતે દુનિયામાં ઉથલ-પાથલ થઇ રહી છે. તેના કારણે લોકો સોનાને સુરક્ષિત માની રહ્યા છે. જેથી સોનાની સતત ખરીદી થઇ રહી છે. સામે સોનાનો જથ્થો મર્યાદિત છે. જેના કારણે સોનામાં તેજીનો તોખાર છે.

Input Credit- Baldev Suthar- Surat

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:06 pm, Thu, 26 September 24

Next Video