ઘોર અંધશ્રદ્ધા…. માતાજીની માનતા પુરી કરવાના બહાને ચડાવી અબોલ પશુની બલિ – જુઓ Video

| Edited By: | Updated on: Jan 18, 2026 | 7:16 PM

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અંધશ્રદ્ધા અને નિર્દયતાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માતાજીની માનતા પૂરી કરવાના બહાને એક અબોલ પશુની જાહેરમાં બલિ ચડાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. અહીં માતાજીની માનતા પૂરી કરવાના બહાને એક અબોલ પશુની જાહેરમાં બલિ ચડાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

શનિવારે સાંજે બાપુનગરના અંબર સિનેમા પાસે આવેલી ગવર્મેન્ટ ઈ-કોલોનીમાં આ ઘટના બની હતી. અહીં કેટલાક શખ્સો દ્વારા ધાર્મિક વિધિના નામે તીક્ષ્ણ હથિયાર વડે એક બકરાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે એક સામાજિક સંસ્થાને તેની જાણ થઈ. આ ઘટના અંગે દર્શના એનિમલ વેલ્ફેર સંસ્થાના ટ્રસ્ટી આકાશ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, પશુ બલિ આપવા માટે કોઈ પણ પ્રકારનું કાયદેસરનું પ્રમાણપત્ર કે મંજૂરી મેળવવામાં આવી ન હતી. આ મામલે પોલીસે કડક વલણ અપનાવી આરોપી નરેશ પટણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 325 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.