મોદી મંત્રી મંડળમાંથી કેમ પડતા મુકાયા ? જુઓ વીડિયો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું ?

| Edited By: | Updated on: Jun 14, 2024 | 4:01 PM

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ, રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલા પત્રકારોને મળ્યા હતા. આ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ તેમની ત્રીજીવારની સરકારમાંથી પડતા મૂક્યા તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.

રાજકોટ લોકસભા બેઠક પરથી જીત બાદ, સાંસદ પરશોત્તમ રુપાલા પહેલીવાર રાજકોટ ખાતે આવ્યા હતા. પરશોત્તમ રુપાલા, રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પદાધિકારીઓની સાથે સાંસદ રુપાલાએ રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતની ઈમારત નવી બાંધવા અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ, રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલા પત્રકારોને મળ્યા હતા. આ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ તેમની ત્રીજીવારની સરકારમાંથી પડતા મૂક્યા તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં પરશોત્તમ રુપાલાએ કહ્યું કે, મંત્રીપદ આપવાના અને ના આપવાના કોઈ કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીનો જે નિર્ણય હશે તે યોગ્ય જ હશે. તેમના નિર્ણયને હુ આવકારુ છુ.