Weather update: લો બોલો ! મહા મહિનામાં અષાઢી વાતાવરણ, ભાવનગર, વડોદરા સહિત ઠેર ઠેર કડાકા ભડાકા સાથે માવઠું, ખેડૂતોમાં ચિંતા પ્રસરી, જુઓ VIDEO
માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે.
ભાવનગરમાં વહેલી સવારે માવઠાની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તાર વરસાદી ઝાપટાથી પાણી પાણી થઈ ગયા હતા. તો વડોદરાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ટુંડાવ, લામડાપુરા, પાલડી, લસુન્દ્રા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા. માવઠાના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. માવઠાના કારણે ખેડૂતોના શિયાળું પાકને મોટું નુકસાન થવાની શકયતા છે.
વાતાવરણમાં પલટાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી દાહોદ, અમદાવાદ, આણંદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે.. જેને ધ્યાને રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. પવનોની ગતી ઉત્તર પૂર્વીય તરફ જોવા મળશે.. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સામાન્ય રહેશે. તો 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જતા કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.
તારીખ 29 જાન્યુઆરીથી ઠંડી વધશે
માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે. આગામી 24 કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે.જોકે 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. 29 જાન્યુઆરીથી ઠંડીમાં થશે વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ. પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવ ની આગાહી કરવામાં આવી છે