Gujarat માં આગામી પાંચ દિવસ હવામાન સુકૂં રહેશે, 25 તારીખ બાદ તાપમાનમાં વધારો થશે

| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:54 PM

ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે અમદાવાદ સહિત બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોના ઘઉં જેવા પાકને નુકસાન થઈ શકે છે.

ગુજરાતમાં (Gujarat) આગામી પાંચ દિવસ હવામાન(Weather) સુકૂં રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. જેમાં ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને 25 તારીખથી તાપમાન વધશે. જેમાં 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ 26 અને 27 તારીખે રાજ્યમાં ક્યાંક હિટવેવ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવ રહેવાની પણ શકયતા છે.હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે અમદાવાદ સહિત બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોના ઘઉં જેવા પાકને નુકસાન થઈ શકે છે.

વાહનોના પ્રદૂષણના કારણે હવામાનમાં ફેરફાર

ઉલ્લેખનીય છે કે, આજે વિશ્વ હવામાન દિવસ  છે. ત્યારે  અમદાવાદમાં  હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીનું કહેવું છે કે હાલના સમયમાં શહેરીકરણ, લોકોની વધતી વસ્તી અને લોકો દ્વારા ઉપયોગ કરવામા આવતા વાહનોના પ્રદૂષણના કારણે હવામાનમાં ફેરફાર આવ્યાનું અધિકારી માની રહ્યા છે. જેની પાછળ અધિકારીએ લોકોને જવાબદાર ઠેરવી જાગૃત બનવા અપીલ કરી છે. જેથી ક્લાઈમેટ ચેન્જને રોકી હવામાન સ્થિર કરી શકાય. જેના કારણે હવામાન વિભાગે આ વર્ષે પ્રારંભિક વોર્નિંગ અને એક્શન થીમ પર ઉજવણી કરી. જેથી લોકોને હાલના બદલાતા વાતાવરણ અને ક્લાઈમેટ ચેન્જથી અવગત કરાવી શકાય.

વાતાવરણની અસર કૃષિ પાક સહિત વિવિધ રીતે જોવા મળી રહી છે

મહ્ત્વનું છે કે છેલ્લા 5 વર્ષમાં ઋતુઓમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક સહિત વિવિધ રીતે જોવા મળી રહી છે. જે લોકોના જીવનને સ્પર્શતો મુદ્દો બની ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, 25 દર્દીઓ સાજા થયા

આ પણ વાંચો: Ahmedabad: કોતરપુર વોટર પ્લાન્ટનું 26 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરાશે લોકાર્પણ