AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી

Gujarat Video: ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 8:39 PM
Share

નવરાત્રીના ભારે ઉંમગ અને ઉત્સાહથી ગરબે રમી રહેલા ખેલૈયાઓ માટે ચિંતાજનર સમાચાર છે. રાજ્યના હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગની આગાહીમાં જણાવાયુ છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી શકે છે.

આ પણ વાંચોઃ  ઈઝરાયલ પર હમાસના હુમલાથી ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો દુઃખી, કેમ છે દિલમાં આટલો પ્રેમ? જાણો

બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાહતની વાત એ છે કે ત્યારબાદ સળંગ પાંચ દિવસ રાજ્યમાં ક્યાંય પણ વરસાદ વરસવાની શક્યતા નથી. આગામી પાંચ દિવસ હવામાન સુકુ રહેવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. આમ ખેલૈયાઓ માટે નવરાત્રીના બાકીના દિવસોમાં રાહત રહશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 16, 2023 08:39 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">