કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, ગુજરાતમાં હાલ હીટવેવની સંભાવના નહીં

|

Mar 26, 2022 | 7:21 AM

રાજ્યભરમાં એક અઠવાડિયાથી જોવા મળી રહેલી હીટવેવની અસર જરા ઠંડી પડી છે એટલે કે ગરમીનો પારો ગગડ્યો છે અને તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.

સામાન્ય રીતે હોળી બાદ ગુજરાત (Gujarat)માં ગરમીની શરુઆત પડતી હોય છે. જો કે આ વર્ષે માર્ચ મહીનાની શરુઆતથી જ કાળઝાળ ગરમી શરુ થઇ ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી તો ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી (Heat)નો અનુભવ થઇ રહ્યો છે. કેટલાક શહેરોમાં તો તાપમાન માર્ચ મહીનામાં જ 40 ડિગ્રીને પાર કરી ગયુ હતુ. જો કે આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં હાલ હીટવેવ (Heatwave) ની સંભાવનાને હવામાન વિભાગે નકારી છે. હવામાન વિભાગ (Meteorological Department) ના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

રાજ્યભરમાં એક અઠવાડિયાથી જોવા મળી રહેલી હીટવેવની અસર જરા ઠંડી પડી છે એટલે કે ગરમીનો પારો ગગડ્યો છે અને તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં હીટવેવની સંભાવના નકારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે, આવા વાતાવરણના કારણે લોકોને ઉકળાટનો સામનો કરવો પડશે.

અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ રહેશે. તો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઇ શકે છે. શનિવારથી સોમવાર સુધી રાજ્યમાં ગરમી રહેશે, તો કેટલાક વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે.

આ પણ વાંચો-

Rajkot : કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે ટિપ્પણી મુદ્દે ભાજપ યુવા મોરચાએ અરવિંદ કેજરીવાલના પૂતળાનું દહન કર્યુ

આ પણ વાંચો-

Jamnagar: INS વાલસુરાને પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી સન્માનિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નેવીના 150 જવાનો દ્વારા વિશેષ પરેડનું આયોજન

Next Video