સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણનો પલટો, વરસાદે ચિંતા વધારી – જુઓ Video

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણનો પલટો, વરસાદે ચિંતા વધારી – જુઓ Video

| Edited By: | Updated on: May 10, 2025 | 8:56 PM

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ છવાયો છે. બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ છવાયો છે. બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભારે બફારા બાદ પવન સાથે વરસાદ પડતા સ્થાનિકો અને ખેડૂતો ચિંતામાં આવી ગયા. સતત એક સપ્તાહથી ચાલુ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધતી જઈ રહી છે.

વાતાવરણનો આ અચાનક પલટો હાલ દરેક માટે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પવન તો બીજી તરફ વારંવાર વરસતા વરસાદને કારણે જમીન ભીંજાઈ જવાથી ખેતીનું કામ પણ અટકી રહ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો