Breaking News : રેડ અલર્ટ વચ્ચે આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી પેટલાદ-બોરસદ જળમગ્ન

| Updated on: Jul 31, 2026 | 12:02 PM

સવારના 6થી 10 વાગ્યા દરમિયાન આણંદ અને પેટલાદમાં અંદાજે 4 ઈંચ, જ્યારે બોરસદમાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લામાં વરસાદની આજે વહેલી સવારથી જ મજબૂત શરૂઆત જોવા મળી હતી. બીજી તરફ નડિયાદ અને ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.

આણંદ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. કાળા ડીબાંગ વાદળો વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી.

આણંદ, પેટલાદ, બોરસદમાં 4થી 4.5 ઈંચ વરસાદ

સવારના 6થી 10 વાગ્યા દરમિયાન આણંદ અને પેટલાદમાં અંદાજે 4 ઈંચ, જ્યારે બોરસદમાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લામાં વરસાદની આજે વહેલી સવારથી જ મજબૂત શરૂઆત જોવા મળી હતી. બીજી તરફ નડિયાદ અને ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.

અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

વરસાદ શરૂ થતાં જ આણંદ શહેરના અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડ્યો હતો અને પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. થોડા જ વરસાદમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા પ્રિ-મોન્સૂન કામગીરીની અસરકારકતા સામે પણ સવાલો ઉઠ્યા હતા.

કામ સિવાય બહાર ના નીકળવા નાગરિકોને અપીલ

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

Breaking News : વડોદરામાં મોડી રાતથી જ વરસાદનો કહેર, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, તંત્રએ એલર્ટ જાહેર કર્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.