Vadodara : પાણીજન્ય રોગચાળો વકર્યો, કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો, જુઓ Video

|

Jun 29, 2024 | 3:05 PM

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે.  ત્યારે વડોદરામાં કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે.  ત્યારે વડોદરામાં કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બેડ ફૂલ જોવા મળ્યા હતા .જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ઝપટમાં આવ્યા છે.

ગતવર્ષ કરતા આ વર્ષે રોગચાળામાં થયો વધારો

બેવડી ઋતુમાં ચેપી રોગના કેસમાં વધારો થયો છે. ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતાં આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. ચેપીરોગ હોસ્પિટલમાં ખાતે 50 બેડની હોસ્પિટલમાં 40 થી 45 લોકો એડમિડ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video