રાજકીય વર્તુળોમાં ચર્ચા, પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સુરેન્દ્રનગરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી- વીડિયો

પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. કોળી મતદારો પર પ્રભુત્વ ધરાવતા બાવળિયાને શિર્ષ નેતૃત્વ સુરેન્દ્રનગરથી લોકસભાની ટિકિટ આપે તેવી ચર્ચા વહેતી થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2024 | 11:55 PM

રાજ્યના પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા લોકસભાની ચૂંટણી સુરેન્દ્રનગરથી લડે તેવી ચર્ચા છે. ભાજપનુ શિર્ષ નેતૃ઼ત્વ સુરેન્દ્રનગરથી કુંવરજી બાવળિયાને લોકસભાની ટિકિટ આપી શકે છે. કોળી સમાજમાંથી આવતા કુંવરજી બાવળિયાનુ કોળી મતદારો પર સારુ પ્રભુત્વ છે. સુરેન્દ્રનગરમાં પણ કોળી મતદારોનુ પ્રભુત્વ હોવાથી કુંવરજી બાવળિયા ચૂંટણી લડે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જેની પાછળનું એક કારણ આજે ભાજપની 26 લોકસભા બેઠકોના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ચોટિલામાં ભાજપના કાર્યાલયનું કુંવરજી બાવળિયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે.

મુળુ બેરા કરવાના હતા ઉદ્દઘાટન, છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં થયો બદલાવ

જો કે અગાઉના નિર્ધારીત કાર્યક્રમ મુજબ વન અને પર્યટન મંત્રી ચોટિલામાં ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને એવી ચર્ચા વહેતી થઈ છે કે બાવળિયા સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

આપને જણાવી દઈએ કે કુંવરજી બાવળિયાએ જુલાઈ 2018માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા જ તેમને મંત્રી પદ અપાયુ હતુ. જોકે એ બાદ તત્કાલિન મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેતા ભાજપે નો રિપિટ થિયરી અપનાવતા જુના એકપણ મંત્રીને કેબિનેટમાં સામેલ કર્યા ન હતા. બાવળિયાને પણ મંત્રીપદ ન મળતા એ સમયે તેમની નારાજગી પણ સામે આવી હતી.

Follow Us:
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">