AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, 24 કલાકમાં 22 સેમીનો વધારો થયો

NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, 24 કલાકમાં 22 સેમીનો વધારો થયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 3:19 PM
Share

Sardar Sarovar Narmada Dam : વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 22 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 14,248 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે.

NARMADA : ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 22 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 23,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે. સાવચેતીરૂપે ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 4999.53 MCM લાઈવ સ્ટોરેજ છે.

આ પહેલા પણ નર્મદા ડેમની સપાટીમાં તારીખ 12 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં 29 સેમીનો વધારો થયો હતો. ઉપરવાસમાંથી 22442 ક્યુસેક પાણીની આવક થતા 12 સપ્ટેમ્બરે નર્મદા ડેમની જળ સપાટી 120.05 મીટર પર પહોચી હતી. નર્મદા ડેમ રુલ લેવલ 121.92 મીટર છે, જયારે ડેમની જળસપાટી રુલ લેવલ થી 2 મીટર દૂર હતી.

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. અને, જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમની જળસપાટીમાં હજી પણ વધારો થઇ શકે છે.ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ઓછી છે.

હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે. તેમજ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. તેમજ જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે. જો કે સારા વરસાદને કારણે રાજ્યના અન્ય ડેમોમાં ભરપુર માત્રામાં નવા નીર આવ્યાં છે એ રાહતના સમાચાર છે.

આ પણ વાંચો : Night curfew in Gujarat : રાજ્યના 8 મહાનગરોમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત

 

g clip-path="url(#clip0_868_265)">