Narmada Video : ગુજરાતવાસીઓને ચોમાસા પહેલા મળ્યા સારા સમાચાર ! સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો

|

Jun 08, 2024 | 2:36 PM

ગુજરાતમાં થોડા દિવસોમાં જ ચોમાસુ શરુ થશે. તે પહેલા જ ગુજરાતવાસીઓમાં માટે સારા સમાચાર આવી રહ્યા છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. પાવરહાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યૂસેક છે. પાવરહાઉસમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવવાની શક્યતા છે.

ગુજરાતમાં થોડા દિવસોમાં જ દિવસમાં ચોમાસુ શરુ થશે. તે પહેલા જ ગુજરાતવાસીઓમાં માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ચોમાસા અગાઉ જ સરદાર સરોવર ડેમની સપાટી 123.38 મીટર નોંધાઈ છે. જો કે સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. પાવરહાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યૂસેક છે. પાવરહાઉસમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવવાની શક્યતા છે.

ભાદર 2 ડેમમાં પાણી છોડાયુ

બીજી તરફ રાજકોટના ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાયુ છે. કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યુ છે. 140 ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવ્યું છે. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ધરતીપુત્રોએ પાણીની માગ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video