Breaking News : નર્મદા ડેમમાંથી 4 લાખ પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયુ, જુઓ Video
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 133.48 મીટરે પહોંચી છે. ડેમમાં 4.34 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 133.48 મીટરે પહોંચી છે. ડેમમાં 4.34 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે ડેમમાંથી 4 લાખ ક્યૂસેક પાણીની જાવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. તેથી ડેમના 15 દરવાજા 3.8 મીટર ખોલી પાણીને છોડવામાં આવ્યું છે. જેના કારણે કોઈ દુર્ઘટના ન થાય તે માટે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે.
માછીમારો દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ જ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગનો દાવો છે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવા કોઈ એંધાણ કરવામાં આવ્યા નથી. જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના પણ હળવાથી મધ્યમ વરસાદનો જ વરતારો વ્યક્ત કરાયો છે. હવામાન વિભાગની માનીએ તો ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે. તો સ્થિતિને જોતા માછીમારો માટે 4 અને 5 ઓગસ્ટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
