Gujarati VIDEO : સુરતીઓ ખાસ ધ્યાન આપે ! આગામી 23 અને 24 માર્ચ પાંચ ઝોનમાં રહેશે પાણી કાપ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 11:43 AM

હાઈડ્રોલિક વિભાગની મેઈન્ટન્સની કામગીરીને પગલે પાણી કાપનો નિર્ણય લેવાયો છે. મુખ્ય લાઈન પર વાલ્વ બદલવાની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતના પાંચ ઝોનમાં આગામી 23 અને 24 માર્ચ પાણી કાપ રહેશે, હાઈડ્રોલિક વિભાગની મેઈન્ટન્સની કામગીરીને પગલે પાણી કાપનો નિર્ણય લેવાયો છે. મુખ્ય લાઈન પર વાલ્વ બદલવાની કામગીરી કરવામાં આવશે.આ સાથે જ સરથાણા વોટર વર્કસથી કતારગામ વોટર વર્કસમાં આવતી લાઈન સાથે જોડાણને બંધ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે 20 લાખથી વધુ લોકો પ્રભાવિત રહેશે.ગરમીની શરૂઆતમાં જ પાણી કપાતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.

 મુખ્ય લાઈન પર વાલ્વ બદલવાની કામગીરી કરવામાં આવશે

થોડા દિવસો અગાઉ કતારગામ વોટર વર્ક્સથી આવતી 1524 મીમી અને 1321 મીમી વ્યસની પાણીની લાઇનનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી ઉધના ઝોન એ, વરાછા ઝોન, લીંબાયત ઝોન અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડી શક્યા ન હતા. સાથે જ તેવી જાહેરાત કરવામાં આવી હતી કે. આ ઝોનમાં આવેલ બમરોલી, ગોવાલક, આશાપુરી સોસાયટી, કર્મયોગી સોસાયટી, પાંડેસરા જીઆઇડીસી સહિતનો વિસ્તાર, વરાછા ઝોનમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, એલ એચ રોડ, કાપોદ્રા, કરંજ અને ઉમરપાડા સહિતના વિસ્તાર, લીંબાયત ઝોનમાં નીલગીરી સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી કાપ રહ્યો હતો.

તો સાથે જ ત્રિકમ નગર, અને ડિંડોલી સહિતનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં દિલ્હીગેટથી ચોક સુધીનો ઉત્તર તરફનો વિસ્તાર, મહિધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા, શાહપોર અને ગોટાલાવાડી સહિતના વિસ્તારનો સમાવેશ સેન્ટ્રલ ઝોનમા પાણી કાપ કરવામાં આવ્યો હતો. પાણીની પાઈપ લાઈનુ રિપેરિંગ કર્યો પછી પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવ્યો હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati