Vadodara : ડોકટર બન્યા દેવદૂત ! મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ, જુઓ Video

|

Feb 19, 2025 | 2:25 PM

મધ્ય પ્રદેશમાં વાલીઓ માટે ચેતાવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. બાળકના અન્નનળીમાં શિંગોડાની છાલ ચોંટી ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકના ગળાની સફળ સર્જરી કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં વાલીઓ માટે ચેતાવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. બાળકના અન્નનળીમાં શિંગોડાની છાલ ચોંટી ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકના ગળાની સફળ સર્જરી કરવામાં આવી છે. 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ જતા બાળકના ગળાની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. ENT વિભાગમાં ઇકોફેગોસ્કોપી દ્વારા ગળામાંથી શિંગોડાની છાલ સર્જરી કરીને બહાર કાઢવામાં આવી હતી. તબીબોએ સફળ સર્જરી કરી બાળકનો જીવ બચાવ્યો છે.

બાળકના ગળાની સફળ સર્જરી

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો મધ્ય પ્રદેશના 1 વર્ષના બાળકને છેલ્લા 1 મહિનાથી શરદીની તકલીફ હોવાના કારણે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તપાસ કરીને નિદાન કરાયું હતુ કે બાળકની અન્નનળીમાં છેલ્લા 30 દિવસથી શિંગોડાની છાલ ચોંટી ગઈ હતી. જેથી હોસ્પિટલમાં બાળકની ઇસોફેગોસ્કોપી કરવામાં આવી હતી.