Ahmedabad : ગરમીનો પારો વધતાં પાણીજન્ય રોગના કેસમાં વધારો, બે સ્થળોએ કોલેરાના કેસ નોંધાયા
અમદાવાદમાં(Ahmedabad) ગત ત્રણ મહિનામાં કુલ 720 ઝાડા ઉલટીનાં કેસ નોંધાયા છે. તો કમળાના 31 માર્ચમાં 134 તેમજ ગત ત્રણ મહિનામાં કુલ 361 કેસ નોંધાયા. જ્યારે માર્ચમાં ટાઈફોઈડના 138 કેસ નોંધાયા. તો ગત ત્રણ મહિનામાં કુલ 288 ટાઈફોડના કેસ નોંધાયા છે... તો આ સાથે પાણીના 2 હજાર 793 સેમ્પલમાંથી 20 સેમ્પલ અનફીટ જણાઈ આવ્યા હતા.
તાપમાનમાં વધારો થવાની સાથે અમદાવાદમાં(Ahmedabad)પાણીજન્ય રોગનાં(Water born Diseases) કેસમાં વધારો થવા પામ્યો છે. આ સાથે બે સ્થળોએ કોલેરાના પણ બે કેસ નોંધાતા તંત્ર દંડતું થયું છે. વટવા તથા બહેરામપુરા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાતા તંત્રે પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે.શહેરમાં આ વર્ષે માર્ચ મહિનામાં ઝાડા-ઉલટીનાં 515 કેસ નોંધાયા છે. તો ગત ત્રણ મહિનામાં કુલ 720 ઝાડા ઉલટીનાં કેસ નોંધાયા છે. તો કમળાના 31 માર્ચમાં 134 તેમજ ગત ત્રણ મહિનામાં કુલ 361 કેસ નોંધાયા. જ્યારે માર્ચમાં ટાઈફોઈડના 138 કેસ નોંધાયા. તો ગત ત્રણ મહિનામાં કુલ 288 ટાઈફોડના કેસ નોંધાયા છે. તો આ સાથે પાણીના 2 હજાર 793 સેમ્પલમાંથી 20 સેમ્પલ અનફીટ જણાઈ આવ્યા હતા.
દરરોજ 250થી વધુ લોકો ગરમીથી બિમાર થઈ રહ્યા છે
અમદાવાદ સહિત રાજ્યભરમાં પાછલા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે..જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે…રાજયના અનેક શહેરોમાં લોકો બિમાર થવાના કિસ્સાઓ વધી ગયા છે.અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અહીં દરરોજ 250થી વધુ લોકો ગરમીથી બિમાર થઈ રહ્યા છે..108ને મળતા કોલમાં સૌથી વધુ પેટમાં દુખાવો અને ચક્કર આવવાના કેસ નોંધાય છે.ડોક્ટર્સના મતે કેટલીક ગરમીની આ સિઝનમાં લોકો થોડી વધુ કાળજી રાખે તો આવનારી બીમારીઓથી જરૂર બચી શકાય
આ પણ વાંચો : Porbandar : માધવપુર ઘેડના મેળામાં 10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે
આ પણ વાંચો : Ahmedabad : ટ્રાફિક વિભાગનો સપાટો, 734 TRB જવાનો ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરાયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો