Navsari Video : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મુનસાડમાં ઝાડા – ઉલટીના 14 કેસ નોંધાયા

|

Jul 16, 2024 | 3:12 PM

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મુનસાડ ગામે ઝાડા ઉલટીના 14 જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. કોલેરાની આશંકાએ સેમ્પલો લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે.

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધી જતો હોય છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મુનસાડ ગામે ઝાડા ઉલટીના 14 જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. કોલેરાની આશંકાએ સેમ્પલો લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે. આ દર્દીઓ કોલેરા રોગગ્રસ્ત છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. તો અસર ગ્રસ્ત લોકોને PHC સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. તો આરોગ્ય વિભાગે ગામમાં પીવાના પાણીનું ક્લોરિનેશન કરવાની શરૂઆત કરી છે.

સુરતમાં રોગચાળો વકર્યો

બીજી તરફ સુરતમાં ચોમાસાની સીઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટોના કેસોમાં વધારો થયો છે. જેમાં નવી સિવિલ, સ્વીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેંટરમાં દર્દીની સંખ્યા વધી રહી છે.ગત વર્ષ કરતા આ વર્ષે મેલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે.તો ડેન્ગ્યુના કેસમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે. તંત્ર દ્વારા 445 ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.બાંધકામ સાઈટ, ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા નાશ કરાયો છે.

Next Video