Gujarati Video: પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે જામનગર મહાનગર પાલિકાનો અનોખો પ્રયાસ

| Edited By: | Updated on: May 13, 2023 | 7:58 PM

જામનગરમાં પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે અલાયદી વ્યવસ્થા કરી છે. સીટી મ્યુઝીયમમાં પક્ષીને ગરમીથી રાહત અને ઠંડક મળે તે માટે પક્ષીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીથી માણસો સાથે અબોલ પક્ષી પણ તોબા પોકારી ઉઠ્યાં છે. ધોમધખતી ગરમીથી માનવીને અનેક પ્રયત્ન બાદ રાહત મળે છે, પરંતુ અબોલ પક્ષીનું કોઈ બેલી નથી. ત્યારે જામનગર મહાનગરપાલિકાએ પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે અલાયદી વ્યવસ્થા કરી છે. પક્ષીઓને ઠંડક આપવા માટે સીટી મ્યુઝીયમમાં સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.  શહેરની મધ્યમાં લાખોટા તળાવ પાસે સીટી મ્યુઝિયમમાં પક્ષીને ગરમીથી રાહત અને ઠંડક મળે તે માટે પક્ષીઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : રાજ્યમાં આગઝરતી ગરમી યથાવત, જાણો તમારા જિલ્લાનું તાપમાન

જો ગરમીનું પ્રમાણ વધુ હોય તો દિવસમાં ત્રણથી ચાર વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. મહત્વનું છે કે સીટી મ્યુઝીયમમાં આશરે 14 પ્રકારના 650થી વધુ પક્ષી વસવાટ કરે છે. જેને ગરમીમાં રાહત મળે તેના મટે આ કામગીરી કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીમાં હાલ જરૂરી એ બની ગયું છે કે આપણી આસપાસના પશુ કે પ્રાણીઓની કાળજી પણ આપણે જ માનવતાના ધોરણે લેવી તે હાલના સમયની માંગ છે.

ગુજરાત સહિત જામનગર જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો