બાળકોના જીવ સાથે ચેડાં… પ્રાથમિક શાળામાં ‘વાસી મગ’ પીરસવાનો પ્રયાસ, મામલતદારે ભોજનના સંચાલકને પાઠવી નોટિસ – જુઓ Video

બાળકોના જીવ સાથે ચેડાં… પ્રાથમિક શાળામાં ‘વાસી મગ’ પીરસવાનો પ્રયાસ, મામલતદારે ભોજનના સંચાલકને પાઠવી નોટિસ – જુઓ Video

| Updated on: Aug 25, 2026 | 5:09 PM

મહીસાગરના કડાણા તાલુકાની રાજનપુર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં મોટી બેદરકારી સામે આવી છે. બાળકોને વાસી મગ પીરસવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ શાળાના આચાર્યની સતર્કતાને કારણે બાળકોને વાસી ભોજન ખાતા અટકાવવામાં આવ્યા. આચાર્યએ તાત્કાલિક બટાકા પૌવા તૈયાર કરાવી પીરસાવ્યા. મામલતદારે મધ્યાહન ભોજન સંચાલકને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરી છે.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજનપુર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાને લઈને ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના બાળકોને વાસી ભોજન પીરસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ શાળાના આચાર્યની સતર્કતા અને સમયસૂચકતાને કારણે એક મોટી ઘટના ટળી હતી.

મળતી માહિતી અનુસાર, બાળકોને પીરસવા માટે તૈયાર કરાયેલા મગ વાસી હોવાની જાણ થતાં જ આચાર્યએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આચાર્યએ એક પણ બાળકને વાસી મગ ખાવા દીધા ન હતા અને નવેસરથી બટાકા પૌવા તૈયાર કરાવીને બાળકોને પીરસાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

ઘટનાની ગંભીરતા જોતા મામલતદાર સહિતની સરકારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મામલતદારે મધ્યાહન ભોજનના સંચાલકને કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના આ પ્રયાસથી મધ્યાહન ભોજનની ગુણવત્તા અને દેખરેખ પર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરી યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવી અપેક્ષા છે.

ગુજરાત બનશે ક્વોન્ટમ ટેક્નોલોજીનું હબ! ગાંધીનગરમાં ₹25 કરોડના સેન્ટરની સ્થાપના

Follow Us
Loading...
Unable to load recommendations.