Kheda : ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામમાં હોળીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરાની ઉજવણી કરાઈ. પલાણા ગામમાં હોળીના દહન બાદ અંગારા પાથરી દેવામાં આવે છે અને બાદમાં ગામના વડીલો,યુવક અને યુવતીઓ એક બાદ એક ખુલ્લા પગે પસાર થાય છે.
આ પરંપરા ક્યારથી શરૂ થઈ તેની કોઈને જાણ નથી,પરંતુ અંદાજીત 100 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. ગ્રામ્યજનોનુ માનવુ છે કે આ ઘગઘગતા અંગારા પર ચાલવાથી બિમારી થતી નથી અને આખુ વર્ષ સારૂ જાય છે. તો અહીંના લોકોને માતાજી પર એવી શ્રધ્ધા છે કે અત્યાર સુધીમાં અંગારા પર ચાલનાર કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી.
ગુજરાતમાં વરસાદી માવઠા વચ્ચે હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં ગાયના છાણમાંથી 60 ટન ગૌ-કાષ્ટની હોળીનું પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું અને હોલિકા દહન સમયે લાકડાની જગ્યાએ વૈદિક હોળી ઉજવવામાં આવી. તો આ તરફ અમદાવાદ અને વડોદરામાં શ્રદ્ધાળુઓએ હોળીની પરંપરાગત પદ્ધતિથી પૂજા-અર્ચના કરી હતી. રાજકોટના પ્રાચીન પંચનાથ મંદિરમાં વરસાદી છાંટા વચ્ચે હોલિકા દહન કરાયું હતું. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હોળીના દર્શન કર્યા હતા.
Published On - 8:29 am, Tue, 7 March 23