ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા, પંપો પર લાગ્યા ‘નો સ્ટોક’ના પાટિયા – જુઓ Video

ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા, પંપો પર લાગ્યા ‘નો સ્ટોક’ના પાટિયા – જુઓ Video

| Edited By: | Updated on: May 22, 2026 | 5:48 PM

'ચોમાસુ' માથે છે અને ખરીફ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો આજે ભારે ચિંતામાં મુકાયા છે. આ વિસ્તારોમાં ડીઝલની ભયંકર અછત સર્જાતા પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના પાટિયા લાગી ગયા છે.

આણંદ અને ખેડા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે પેટ્રોલ પંપો પર “પેટ્રોલ-ડીઝલ નથી” તેમજ ‘નો સ્ટોક’ના પાટિયા લાગી ગયા છે. આ પરિસ્થિતિને લીધે ખરીફ સીઝનની શરૂઆતે જ ખેડૂતો બેહાલ બન્યા છે. મોંઘા બીયારણ અને ખાતર ખરીદ્યા પછી હવે જ્યારે વાવણીનો સમય આવ્યો છે, ત્યારે ડીઝલની અછતે ખેડૂતોની કમર તોડી નાખી છે.

‘ચોમાસુ’ માથે છે અને ખરીફ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ ડીઝલ ન મળવાને કારણે ખેડૂતો ખેતરોનું ખેડાણ કરી શકતા નથી. ટ્રેક્ટરો થંભી જતાં ખેતીકામ ખોરવાયું છે અને ખેતીના સાધનો ઈંધણ વિના શોભાના ગાંઠિયા જેવા બન્યા છે. આ કપરી સ્થિતિમાં ચરોતરના ખેડૂતો હવે સરકાર પાસે એક જ ઉગ્ર માંગ કરી રહ્યા છે કે, જો સરકાર યોગ્ય પ્રમાણમાં અને નિયમિત રીતે ડીઝલ પૂરું નહીં પાડે, તો તેમની આખી સીઝન નિષ્ફળ જશે.

Breaking News : અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, AMCએ વ્યક્ત કરી ચિંતા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

Follow Us