લાંબડીયામાં તહેવારોની ખરીદીની ભીડ દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, સામે આવ્યો વીડિયો, જુઓ

| Updated on: Nov 13, 2023 | 2:04 PM

તહેવારોની ખરીદી દરમિયાન લાંબડીયાના બજારમાં હોબાળો મચ્યો. પોશીનાના લાંબડીયા વિસ્તાર એટલે રાજસ્થાન અને ગુજરાત સરહદી વિસ્તારનુ મોટુ બજાર માનવામાં આવે છે. આ વિસ્તારના સ્થાનિક અને સરહદી વિસ્તારના લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. પરંતુ સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. તહેવારોની ખરીદીની ભીડ હતી અને એ દરમિયાન જ હોબાળો મચકા લોકોમાં પણ નાસભાગ સર્જાઈ ગઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં નવા વર્ષને લઈ અને દિવાળીના તહેવારોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારોને લઈ પડતર દિવસ સુધી બજારોમાં ભીડ જોવા મળી છે. આ દરમિયાન પોશીના તાલુકાના લાંબડીયાના બજારનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં બજારમાં જ બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ ગઈ હતી. ભીડ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા અફરાતફરી મચી હતી.

આ પણ વાંચોઃ હિંમતનગરને રાજ્ય સરકારે દિવાળીની મોટી ભેટ આપી, અદ્યતન શહેર બનાવવા હુડા લાગુ કરાશે

સામાન્ય બોલાચાલીથી શરુ થયેલ ઘર્ષણ મારામારી સુધી પહોંચ્યુ હતુ. બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ તહેવારોની ખરીદીને લઈ બજારમાં ભારે ભીડ હતી. ત્યાં બીજી તરફ આ મારામારી સર્જાવાને લઈ બજારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં પણ સલામતીને લઈ નાસભાગ સર્જાઈ હતી.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 13, 2023 01:58 PM