Surat : લગ્નમાં જમવાનું ખૂટી પડતાં જાનૈયાઓ પહોંચી ગયા પોલીસ સ્ટેશન ! આ Videoમાં જુઓ પછી શું થયુ
સુરતના વરાછા માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં બિહારી પરિવાર દ્વારા લગ્નનું આયોજન હતું. જેમાં રાહુલના લગ્ન અંજલી સાથે થઈ રહ્યાં હતા. લગ્ન પ્રસંગ દરમિયાન જમવાનું ખુટી પડતાં જાનૈયાઓ નારાજ થઇ ગયા અને બંને પરિવારજનો વચ્ચે ઝઘડો થયો.
અત્યારે લગ્ન સીઝન ચાલી રહી છે. તેની વચ્ચે સુરતમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. લગ્નમાં જમવાનું ખૂટી પડતાં વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે નોકઝોક શરુ થઈ ગઈ અને માથાકૂટ એટલી હદે પહોંચી ગઈ કે, જાન લીલા તોરણે પાછી જઈ રહી હતી. જાનૈયાઓ તો આ સમગ્ર મામલાને લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયા.
પોલીસ સ્ટેશનમાં પહોંચી જાન
સુરતના વરાછા માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં બિહારી પરિવાર દ્વારા લગ્નનું આયોજન હતું. જેમાં રાહુલના લગ્ન અંજલી સાથે થઈ રહ્યાં હતા. લગ્ન પ્રસંગ દરમિયાન જમવાનું ખુટી પડતાં જાનૈયાઓ નારાજ થઇ ગયા અને બંને પરિવારજનો વચ્ચે ઝઘડો થયો. મામલો એટલો ગંભીર બની ગયો કે, જાન લીલા તોરણે પાછી જઈ રહી હતી. આ ઘટના બાદ કન્યાપક્ષવાળા વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર વિવાદની જાણ પોલીસને કરી હતી. જો કે, સુરત પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવીને પોલીસ સ્ટેશનમાં જ વરમાળાની વિધિ કરાવી લગ્ન કરાવ્યા છે.
લગ્ન મંડપમાંથી જાન લઈ પરત ફર્યા
વરાછા પોલીસની ટીમ દ્વારા વરરાજા અને તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે તેમને સમજાવી કાઉન્સિલિંગ કરી લગ્ન માટે રાજી કર્યા હતા અને ત્યારબાદ વરરાજા અને તેના પરિવારજનોને રાત્રીના સમયે જ વરાછા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં સિંદુર પૂરી હારતોરા કરી લગ્નની વિધિ કરાવવામાં આવી હતી. બાદમાં બંને પક્ષોને વિદાય આપવામાં આવી હતી. વરાછા પોલીસની આ કામગીરીની સરાહના થઇ રહી છે.