Junagadh: ઈવનગરમાં શિકાર કરવા ગયેલી સિંહણને વાછરડાએ ભગાડી, જુઓ Video
જૂનાગઢનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં શિકાર કરવા ગયેલી સિંહણને વાછરડીએ ભગાડી છે. સિંહણનો શિકાર કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ વીડિયો જૂનાગઢના ઈવનગરનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
Junagadh: ઝૂકે છે દુનિયા ઝૂકાવનાર જોઈએ આ વાત તો તમે સાંભળી હશે, પરંતુ આ વાત અહીં સાબિત થાય છે. તમે જાણો છો સિંહને જંગલનો રાજા કહેવાય છે. સિંહ ભલે એકલો હોય પણ તેનાથી જંગલના બધા જ પ્રાણીઓ ડરતા હોય છે. પરંતુ જૂનાગઢમાં વિપરિત પરિસ્થિતિ જોવા મળી. એક વાછરડાએ સિંહણને ભગાડી. સિંહણ શિકાર કરવા જઈ રહી હતી, પરંતુ વાછરડાએ માથુ વીંઝતા સિંહણ દૂર ભાગી ગઈ. સિંહણે બે વખત શિકાર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બંને વખત તે નિષ્ફળ ગઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ વાંચો : ધારા કડીવારની હત્યાના રાજ્યભરમાં ઘેરા પડઘા, સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજે રેલી યોજી સુરજ ભુવાને ફાંસી આપવાની કરી માગ
વાયરલ થયેલા આ વીડિયો ઈવનગર વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ પહેલા અમરેલીમાં એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક આખલાએ સિંહના ટોળાએ ઉભી પૂંછડીયે ભગાડ્યું હતું. જે બાદ ફરી આ જ પ્રકારે વાછરડીએ સિંહને ઊભી પૂછડીએ ભગાડયો છે.
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
