ભરૂચમાં વસાવા સામે વસાવાનો જંગ : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધની સ્થિતિ, જુઓ વીડિયો

| Updated on: Mar 07, 2024 | 10:35 AM

ભરૂચ : ભરૂચ લોકસભા બેઠકમાં વસાવા સામે વસાવાના જંગમાં રસપ્રદ સ્થિતિનું નિર્માણ થયું છે. બેઠક કબ્જે કરવા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પ્રચારના પ્રવાસ પર નીકળ્યા છે તો મનસુખ વસાવા મોદી સરકારે કરેલા કામ યાદ કરાવી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે બે ઉમેદવારો વચ્ચે શાબ્દિક જંગ ખેલાયો છે. 

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ચૂંટણી પ્રચારના પ્રવાસ દરમિયાન મનસુખ વસાવાની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને નિવૃત્ત કરવા મતદારોને અપીલ કરી હતી. ચૈતરના નિવેદનથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ગિન્નાયા હતા. વસાવાએ તેમના અને ચૈતર પૈકી કોનું સ્વાસ્થ્ય સારું છે તે સામે લાવવા ચૈતરને દોડ લગાવવા પડકાર ફેંક્યો હતો.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 07, 2024 09:35 AM