Surendranagar : બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું, પ્રિસાઇડિંગ ઓફિસરને ફરજ પરથી હટાવાયો, જુઓ Video

Surendranagar : બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું, પ્રિસાઇડિંગ ઓફિસરને ફરજ પરથી હટાવાયો, જુઓ Video

| Edited By: | Updated on: Feb 16, 2025 | 12:26 PM

સુરેન્દ્રનગરના થાન નગરપાલિકાની ચૂંટણી વોર્ડ એકના બે નંબરના બુથમાં મતદાન બંધ કરાવાયું હોવાની વિગતો છે. રાજકીય પક્ષોના પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું છે. ચૂંટણી અધિકારી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે. પ્રિસાઇડિંગ અધિકારીને ફરજ પરથી ઉઠાવી દેવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે.

થાનગઢની નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે વોર્ડ નંબર એકના બુથ નંબર બેમાં જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તે એક રાજકીય પક્ષનો પ્રચાર કરતા હોય તેવા આક્ષેપો થયા હતા. અન્ય પક્ષના અને જ્યારે આ ઉભારો થયો ત્યારે ડીવાયએસપી સહિત પાંચ અધિકારી મામલતદારની ટીમ ત્યાં પહોંચી હતી અને જ્યારે આ પ્રિસાઇડિંગ ઓફિસરને પૂછ્યું ત્યારે તેણે પણ કબૂલ્યું હતું કે આ મારી પાસે કાપલીઓ છે અને કાપલીઓ લઈને લોકો અંદર આવે છે ત્યારે તાત્કાલિક અસરથી જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેને હટાવી દેવામાં આવ્યા હતા અને અન્ય એક પ્રિસાઇડિંગ ઓફિસરને ત્યાં બેસાડી દેવામાં આવ્યા હતા.

પ્રિસાઇડિંગ ઓફિસર ઉપર પગલાં લેવામાં આવ્યા હતા, બીજી બાજુથી પોલીસને પણ કડક સૂચના આપવામાં આવી હતી કે જો આ રાજકીય પક્ષોની કાપલીઓ આવતી હોય તો તમે કઈ રીતનો બંદોબસ્ત કરી રહ્યા છો અને ચૂંટણી સામાન્ય વાતાવરણમાં યોજાય તેવી પણ સૂચના આપી હતી. જો કે થોડા સમય પુરતુ મતદાન છે તે બંધ કરાવવામાં આવ્યું . પ્રાંત અધિકારી જણાવ્યુ કે ટૂંક જ સમયમાં આ મતદાન ફરી શરૂ કરાવામાં આવશે અને લોકો મતદાન કરી શકશે.