Vadodara: કોર્પોરેશને પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય, ગણતરીના કલાકોમાં જ લીધો યુ-ટર્ન, જુઓ Video

|

Jul 18, 2023 | 5:00 PM

શહેરમાં સંપૂર્ણરીતે પાણીપુરી વેચાણ પર પ્રતિબંધ નથી તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. અનહાઈજેનિક કન્ડીશન રાખતા પાણીપુરી વેચનારા લોકોની લારી બંધ કરાવીશું તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે કોર્પોરેશનની સતત ડ્રાઈવ ચાલુ રહેશે.

વડોદરા કોર્પોરેશને પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધને લઈ યુ-ટર્ન લીધો. વડોદરામાં પાણીપુરી મળી શકશે. આ નિવેદન આપ્યું છે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. મુકેશ વૈદ્યે. પાણીપુરી પર પ્રતિબંધના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના નિવેદન બાદ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ પ્રતિબંધ હટાવતું નિવેદન આપ્યું અને કહ્યું, શહેરમાં સંપૂર્ણરીતે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ નથી.

આ પણ વાંચો : વડોદરામાં 10 દિવસ સુધી નહીં મળે પાણીપુરી ! VMCએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

અખાદ્ય પાણીપુરી વેચનારા લોકોની લારી બંધ કરાવીશું. અખાદ્ય સામગ્રી મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરતા કોર્પોરેશને નિર્ણય લીધો છે. ગઈકાલે શહેરના સયાજીગંજ, વાઘોડિયા રોડ, બાપોદ સહિતના જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય ટીમે પાણીપુરી વિક્રેતાઓના ત્યાં તપાસ કરી હતી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:44 pm, Tue, 18 July 23

Next Video