Rajkot : જલારામ બાપા પર ટિપ્પણીને લઈ ભક્તોમાં રોષ, 2 દિવસ વિરપુર બંધનું એલાન, જુઓ Video

Rajkot : જલારામ બાપા પર ટિપ્પણીને લઈ ભક્તોમાં રોષ, 2 દિવસ વિરપુર બંધનું એલાન, જુઓ Video

| Edited By: | Updated on: Mar 04, 2025 | 2:55 PM

રાજકોટમાં જલારામ બાપા પર જ્ઞાનપ્રકાશ સ્વામીએ આપેલા વિવાદિતી ટીપ્પણીને લઈને લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો છે. વિરપુરના સજ્જડ બંધને પ્રતિસાદ આપતા વેપારીઓએ દુકાનોના શટર પાડી દીધાં હતા. જલારામ બાપા સાથે ભક્તોની લાગણી જોડાયેલી છે.

રાજકોટમાં જલારામ બાપા પર જ્ઞાનપ્રકાશ સ્વામીએ આપેલા વિવાદિત નિવેદનને લઈને લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો છે. વિરપુરના સજ્જડ બંધને પ્રતિસાદ આપતા વેપારીઓએ દુકાનોના શટર પાડી દીધાં હતા. જલારામ બાપા સાથે ભક્તોની લાગણી જોડાયેલી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જલારામ બાપા અંગે કરાયેલી ટિપ્પણીના મુદ્દામાં નવો વળાંક

સૌ વેપારીઓ લાગણીથી જ આ બંધમાં જોડાયાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે કેટલાંક સ્થાનિકોમાં તો એટલો આક્રોશ છે કે તેમને જ્ઞાન પ્રકાશ સ્વામીની માફી પણ મંજૂર નથી. તેમનું કહેવું છે કે એકવાર માફી અપાશે તો ફરી કોઈ ગમે તેમ બોલીને માફી માંગી લેશે. કેટલાંક ભાવિકો આ મુદ્દે જ્ઞાન પ્રકાશ સ્વામીને સજા આપવા માગ કરી રહ્યા છે.

સંત શિરોમણી જલારામ બાપા પર ટિપ્પણીના મુદ્દામાં નવો વળાંક સામે આવ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ પુસ્તકમાં લખેલ નિવેદન વાંચ્યું હોવાનો ખુલાસો કર્યો છે. સદગુરુ ગાથા પુસ્તકમાં ‘વીરપુરમાં જલાભગતને આશીર્વાદ’ નામે આ પ્રસંગ લખાયો હતો. અમદાવાદમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિધા પ્રતિષ્ઠાનમ દ્વારા આ પુસ્તક બહાર પડાયું છે. સ્વામી માધવપ્રિયદાસજી દ્વારા લખાયેલુ આ પુસ્તક વર્ષ 2014માં બહાર પડાયું હતું. પુસ્તકનો પ્રસંગ વાંચ્યાનો દાવો કરી સ્વામી જ્ઞાન પ્રકાશે માફી માંગી છે.