Viramgam Breaking News: વિરમગામમાં મેગા ડિમોલિશન, 550 પોલીસના બંદોબસ્ત વચ્ચે 3 દરગાહ અને દબાણો દૂર, હાઈવે થશે પહોળો
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર-વઢવાણ સ્ટેટ હાઈવે-17 પર વર્ષોથી રહેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ વિરમગામથી તિરંગા સર્કલ સુધીના માર્ગને પહોળો બનાવી ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાનો છે.

ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી
મળતી માહિતી મુજબ સ્ટેટ હાઈવે પર આશરે 400 મીટરના વિસ્તારમાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્રણ દરગાહ તેમજ કબ્રસ્તાનના ગેરકાયદે ભાગ પર પણ તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. ગંગાસર તળાવ નજીક આવેલી ઢુંઢિયા પીર બાવાની દરગાહ સહિતના દબાણોને JCB મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.
550થી વધુ પોલીસ જવાનોના કડક બંદોબસ્ત
ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાંત અધિકારી, મામલતદાર, DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી 15 PI અને 550થી વધુ પોલીસ જવાનોના કડક બંદોબસ્ત વચ્ચે પાર પાડવામાં આવી હતી.
તંત્ર દ્વારા અગાઉથી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી સમજાવટ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર ડિમોલિશન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. સ્થાનિકોનું માનવું છે કે રસ્તો પહોળો થતાં વાહનચાલકોને મોટી રાહત મળશે અને વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.