AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News: વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જુઓ Video

Surat Breaking News: વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 12:12 PM
Share

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી વેડેન્જા બિલ્ડિંગમાં લિફ્ટ ખોટકાવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના 11મા માળે લિફ્ટ અચાનક બંધ પડી જતા તેમાં બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

વ્યક્તિઓ અંદર જ ફસાઈ ગયા

મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલી વેડેન્જા બિલ્ડિંગમાં બે વ્યક્તિઓ લિફ્ટમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન લિફ્ટ 11મા માળ નજીક અચાનક ટેકનિકલ ખામીના કારણે ખોટકાઈ ગઈ હતી. લિફ્ટ બંધ થઈ જતા બંને વ્યક્તિઓ અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે બિલ્ડિંગમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો.

લિફ્ટમાં ફસાયેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે તકેદારીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી અને લિફ્ટમાં ફસાયેલા બંને વ્યક્તિઓને સહીસલામત બહાર કાઢ્યા હતા.

ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની હોવાનું અનુમાન

સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. બંને વ્યક્તિઓ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સંબંધિત તંત્ર દ્વારા લિફ્ટની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાએ ફરી એકવાર ઊંચી ઇમારતોમાં લિફ્ટના નિયમિત મેન્ટેનન્સ અને સુરક્ષા ચકાસણીના મહત્વને ઉજાગર કર્યું છે.

Breaking News: આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ, 40થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">